વજન વધવાના કારણો & દુર કરવાના ઉપાયો

સ્થુળતા એટલે કે મેદસ્વીપણું ,આજે કદાચ જ કોઈ ઘર એવું હશે જેમાં કોઈ એક સભ્ય સ્થુળતાથી પીડીત ન હોય .કહેવા જઈએ તોહ એક સામાન્ય રોગ છે પરંતુ તેની ગંભીરતા ન લેવામાં આવે તો તે બીપી, ડાયાબીટીસ ,થાઈરોઈડ ,શ્વાસ જેવા અનેક ગંભીર રોગો ને પેદા કરનાર બની જાય છે.મેદસ્વીતા દુર કરવા માટે સૌ પ્રથમ તો તે થવા પાછળ નું કારણ જાણવું ખુબજ જરૂરી છે અને બીજે બાબત છે ધીરજ અને મક્કમ મનોબળ .આ મેદસ્વીતા થવા પાછળ ના કારણો વિશે ચર્ચા કરીશું .

1.વ્યક્તિ ની પ્રક્રૂતી અને આહાર વિહાર –

:;જે જેની પ્રક્રુતી વાયુ ની હોય અને તે વધુ પડતા ઉપવાસ કે વધુ પડતા ઉપવાસ કે વધુ પડતું ડાયટીંગ કરે તોહ તેનું વજન ઘટવા ના બદલે ઘણી વખત વધી જતું હોય છે .વધુ પડતી કસરત કરે તો પણ તેમનું વજન ઉતરતુ નથી અને કદાચ ઉતરી જય તો પણ તે બમણી ઝડપથી પાછુ વધી જાય છે .જેની પ્રક્રુતી કફ ની હોય અને તે ગળપણ નો શોખ હોય ગળપણ નો વધુ પડતો ઉપયોગ હોય, શારીરિક શ્રમ બિલકુલ ન હોય તો પણ તેનું વજન વધતું જાય છે .આથી પ્રક્રુતિ જાણી તે મુજબ નો આહાર વિહાર લેવો અતી આવશ્યક બની રહે છે .વૈદ્ય ની સલાહ લઈ ખોરાક લેવો જે વધુ ફાયદેમંદ રહેશે .


2.સ્ત્રીઓમાં માસિક ની અનિયમિતતા

:;સ્ત્રીમાં માસિક જો દર મહિને ન આવે ,ઓછું આવે તોહ તે પણ શરીર અને ખાસ કરીને પેટ અને પેઢુ વધવા માટે જવાબદાર હોય છે .આ માસિક ની અનિયમિતતા દુર ન કરવામાં આવે તો તે અન્ય હોર્મોન્સ ને પણ અસંતુલિત કરી નાખે છે અને થાઈરોઈડ જેવા અન્ય અનેક રોગો ને પેદા કરી મેદસ્વીતામાં વધારો કરતું જાય છે .આયુર્વેદ માં માસિક નિયમીત થઈ જાય એ પણ કોઈ પણ આડઅસર વગર, હોર્મોન ની ગોળી ઓ ગળ્યા વગર એ માટે ની નિર્દોષ ઔષધ નું વર્ણન છે .વધુ માહીતી માટે વૈદ્ય ની મુલાકાત લેવી.બહુજ સમય થી તકલીફ હોય તોહ એક વાર પંચકર્મ થી શરીર શુધ્ધીકરણ કરાવવું .


3.વધુ પડતા ફાસ્ટ્ફુડ્,જંક્ફુડ નુ સેવન –

:;બજાર માં મળતા જંક્ફુડ કે ફાસ્ટ્ફુડ નું લાંબા સમય સુધી સેવન કરવામાં આવે તો તે પણ લાંબા સમયે મેદસ્વીતામાં પરિણમે છે .આવી જ રીતે ઘણા લોકોને વારંવાર નાસ્તા કરવાની ટેવ હોય છે .બે ટાઈમ જમવા ઉપરાંત દર કલાકે ,બે બે ક્લાકે કાઈને કાઈક ખાતા હોય છે .જે પાચનતંત્ર ને બગાડે છે .પાચક રસો નો શ્રાવ ઘટાડે છે અને પરીણામે અપચો થઈ જાય છે.જે પણ ખાય છે તેનું ફેટ માં રૂપાંતર થઈ જાય છે .આવી વ્યક્તિ કસરત ચાલુ કરે પરંતુ જો ખોરાક પર નિયંત્રણ ન મુકે તો તેમનુ શરીર ક્યારેય નથી ઉતરતું .


4.કબજીયાત

:;કબજીયાત જેને”બધા રોગો નું મૂળ” એમ જ નથી કહેતા.કબજીયાત ન દર્દી ને રોજ નું રોજ પેટ સાફ ન થવા થી ખોરાક નો અપચો થઈ એમાથી વધુ ને વધુ ગેસ બને છે અને આ ગેસ ના કારણે વારંવાર ભુખ લાગયા કરે છે .પરિણામે ખાવાથી તેમાથી પાછો અપચો ,શરીર પેટ ફુલયા કરે એવું લાગયા કરે.આમ ચક્ર ચાલ્યા કરે છે .જેમા મુખ્ય કારણ એવા કબજીયાત ની સમસ્યાનું નિવારણ લાવવાથી આપમેળે પાચનતંત્ર સુધરે છે અને ખોરાક નું પાચન યોગય રીતે થવાથી મેદ પણ બનતું અટકી જાય છે .જેમા કબજીયાત થવા પાછળના કારણો જેવા કે વધુ પડતા ઉજાગરા ,વાયુવર્ધક આહારનું વધુ પડતું સેવન,વારંવાર ભોજન ની આદત્,મળ મુત્ર ના વેગો ને લાંબો સમય રોકી રાખવા જેવા અનેક કારણો ને પ્રથમ દુર કરવા જોઈએ .


5.બેઠાડુ જીવન

:;ઘણા લોકોના જીવન માં કોઈ પરિશ્રમ નથી હોતો .તેમનું બેઠાડુ જીવન તેમના ખોરાક માથી મળતી ચરબી નું પાચન નથી થવા દેતું.એમા એવા વ્યક્તિઓ નો સમાવેશ થાય છે .જેમને કૌટુંબિક જવાબદારી ની કે કોઈ મગજ્મારી ન હોય ,આરામ થી પલંગ પર સુવાનું હોય ,દિવસે સુતા હોય એમાય કફ પ્રક્રુતિ હોય,જે આરામ પ્રિય હોય તે પણ મેદવ્રુધ્ધી કરનાર છે.
આવી વ્યક્તિઓ એ સુખ સાહ્યબી ને બાજુમાં મુકી શરીર ને કષ્ટ પડે એવા પરીશ્રમ કસરત સાથે હલ્કો આહાર લેવો જોઈએ .
મેદ ચરબી ઓછી કરવાનો એક ઉપાય આયુર્વેદ માં “ચીંતા કરવી “એવો પણ ઉપાય છે .એટલે કે જેને બિલ્કુલ ચિંતા ના હોય એને વજન વધવાના ચાન્સીસ વધું હોય છે .


6.અતિ જલ પાન

:;તરસ લાગે એટલું ,શરીર ની જરૂરિયાત મુજબ પાણી પીવુ જોઇએ .પણ તરસ ના હોય છતાં જરૂરિયાત કરતા વધુ પડતું વારંવાર પાણી પીવા(અતિ જલ પાન )થી અગ્નિમંદ થઈ ને મેદ વ્રુધ્ધી કરનાર છે .જમ્યા પછી પણ વધું પડતુ પાણી પીવાથી અગ્નિ મંદ થઈ ને ખોરાક નો અપચો થાય અને મેદ વ્રુધ્ધી થાય .માટે જમતા જમતા તેમજ જમ્યા પછી થોડુક પાણી પી શકાય ,વધુ પડતું નહી.


આમાથી કોઇ એક વધુ કારણ ઘણા સમય થી હોય એને સૌપ્રથમ દુર કરી ,પ્રક્રુતી પ્રમાણે ચિકિત્સક ની સલાહ લઈ આયુર્વેદ ચિકિત્સા ,પંચકર્મ શરીર શુધ્ધીકરણ કરાવી ,મન મક્કમ કરી ચોક્કસ વજન ઉતારી શકાય .

આ પધ્ધતી થી મળેલ પરીણામ અમારા ફેસબુક પેજ fb.com/shashwatayurvedam પર રિવ્યુ માં જોઈ શકો છો.

-વૈદ્ય મિહિર ખત્રી(B.A.M.S)

સોમ થી શની સવારે 11થી 2માં & સાંજે ૫.૩૦ થી ૮.૩૦ માં મળશે .

ફક્ત એપોઈન્ટમેન્ટ ધ્વારા એપોઈન્ટમેન્ટ નંબર ☎-૦૭૯૪૮૦૦૪૨૦૦

-વૈદ્ય વંદના ખત્રી(B.A.M.S)

સોમ થી શની સવારે ૯ થી ૧૧ માં મળશે.

ફક્ત એપોઈન્ટમેન્ટ ધ્વારા એપોઈન્ટમેન્ટ નંબર ☎-૦૭૯૪૮૦૦૪૨૦૦

Share if you like this article

#InFacebook

https://m.facebook.com/shashwatayurvedam/reviews/?ref=page_internal&mt_nav=1
click on this link write review feedback

#InGoogle
Dr.Khatri’s Shashwat Ayurvedam

https://g.co/kgs/LbuA3t
click on link

Dr.Khatri’s Shashwat Ayurvedam™

ff1,palak2,above SBI ramdevnagar branch,Anandnagar to ramdevnagar road,satellite,Ahmedabad. appointment num-07948004200

This slideshow requires JavaScript.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s