શીયાળા મા થંડક થતા વાયુ નો પ્રકોપ વધતા શરીર ના સાંધા મા દુખાવા વધે છે.
પંચકર્મ નુ એક કર્મ બસ્તિ કર્મ જેમાં
૧.અભ્યંગ – વાતનાશક તેલ ની આયુર્વેદિક પધ્ધ્તી થી માલીશ
૨.સ્વેદન -વાતનાશક ઔષધી ઓ નો વરાળીયો શેક
છેલ્લે 3.
ઔષધયુક્ત તેલ અને ઉકાળો એનીમા પધ્ધ્તી થી શરીર માં દાખલ કરવા માં આવે છે.
હા પણ આ સાદા પાણી નો એનીમા હોય છે. એ નથી ,જે પાણી નો એનીમા થી ફક્ત પેટ સાફ થાય પરંતુ બસ્તિ અર્થાત જે રોગ કે દોષ પ્રમાણે ઔષધ યુક્ત સિદ્ધ તેલ- ઉકાળા ની અસર શરીર ના એક એક સેલ કોષ સુધી માથા ના વાળ થી પગ ના નખ સુધી થાય અને વધેલા વાયુ ને શરીર માથી બહાર ફેંકી નિકાલી દે.
જે રૂક્ષતા ને ઓછી કરી સાંધા મા ચીકાશ વધારી ,શરીર ને હલ્કું બનાવી ,દુખાવા મા બહુજ લાભદાયી નિવડે છે.
માટે બસ્તિ ને સંપૂર્ણ ચિકિત્સા કહી છે
આ પ્રક્રિયા ફક્ત આયુર્વેદ પંચકર્મ નિષ્ણાંત ની દેખરેખ આયુર્વેદ -પંચકર્મ ક્લિનીક/હોસ્પિટલ માં હેઠળ થવી જરૂરી છે .
બસ્તિ અન્ય રોગો માં પણ અક્સીર છે.જેમકે -જુની કબજિયાત ,ગેસ્, માથા નો દુખાવો ,મેદસ્વીતા ,હોર્મોનલ ઇમબેલેન્સ,સાયટીકા, કમર ના દુખાવા , માસીક સંબધીત સમસ્યા ,ગર્ભાશય ગત રોગો વગેરેહ .
જાનુબસ્તિ -જાનુબસ્તિ ઘુંટણ ના દુખાવા મા બહુજ અકસીર છે .
જે અંદર સુધી અસર કરી દુખાવામા રાહત આપે છે.આ ટ્રીટ્મેન્ટ માં ઔષધયુક્ત તેલ નો ઉપયોગ થાય છે .જાનુબસ્તિ થી ઘુંટણ નો દુખાવો જકડાહટ દુર થવાથી પગ હલકો લાગે .ઔષધયુક્ત તેલ ના સેક થી ઘુંટણ ની માંસપેશીયો ,અસ્થી અને નસો ને પો.ષણ મળે છે.સંધીઓ લચીલી થઈ રક્તપરિ ભ્રમણ વધે છે.એક સિટ્ટીંગ મા ૩૦-૪૫ મિનિટ જેવુ લાગે અને ૫થી ૮ સિટ્ટીંગ કે વધુ તેનો આધાર દુખાવા ની પરિસ્થીતી પર છે.
-વૈદ્ય મિહિર ખત્રી (B.A.M.S)
-વૈદ્ય વંદના ખત્રી(B.A.M.S)
આ માહીતી તમને ગમે તોહ શેર કરવી અને ફીડ બેક ,રિવ્યુ નીચે આપેલ લિંક પર જરૂર થી લખજો .
#InFacebook
https://m.facebook.com/shashwatayurvedam/reviews/?ref=page_internal&mt_nav=1
click on this link write review feedback
#InGoogle
Dr.Khatri’s Shashwat Ayurvedam
https://g.co/kgs/LbuA3t
click on link
-વૈદ્ય મિહિર ખત્રી(B.A.M.S)
-વૈદ્ય વંદના ખત્રી(B.A.M.S)
૩ વર્ષ થી થતા શરીર ના દુખાવા કે જેમા કમર,ઘુંટણ,પગ સતત દુખે ,જે આયુર્વેદ ધ્વારા સંપૂર્ણ પણે મટી શકે છે.સાંભળો વિડીઓ માં રાજેશ ભાઇ નો અનુભવ -આયુર્વેદ સારવાર વિશે
Book appointment just click on link