આ સીઝન મા આમળા ના ગુણો નો ભરપૂર લાભ લઈએ

આમળા ની ઓળખાણ આપવાની જરૂર નથી કેમકે નાનાથી માંડી ને મોટા વ્યક્તિ ઓ સુધી આમળાથી પરીચિત હોય છે .હવે આમળા ની સીઝન આવવાની તૈયારી છે તોહ ચાલો ત્યારે આમળા ના ગુણો જાણી એ જેથી આ સીઝન મા આમળા ના ગુણો નો ભરપૂર લાભ લઈ શકીએ .

રસાયન ગુણ -અર્થાત જે યુવાન રાખે વ્રુધ્ધાવસ્થા ને પાછળ ધકેલવાનું કામ કરે એને રસાયન કહેવાય .
આમળા પોતે રસાયન હોવાથી તેમનુ નિયમિત સેવન કરનાર ના વાળ જલદી ખરતા નથી કે સફેદ થતા નથી , તેમજ ચામડી માં કરચલી પડતી નથી અને યુવાન જેવી તાજગી સ્ફ્રુતી અનુભવે છે .
માટેજ રસાયન ચુર્ણ મા આમળા નો સમાવેશ કરવામા આવ્યો છે.રસાયન ચુર્ણ આયુર્વેદ નુ પ્રચલિત ઔષધ માંથી એક છે.

ચય્વનપ્રાશ – ચય્વનપ્રાશ ને ઓળખાણ ની જરૂરત તોહ નથી જ પણ એના સાચ ઉપયોગો જાણીએ .ચય્વનપ્રાશ માં મુખ્ય ઘટક દ્રવ્ય આમળા જ છે .
આજ નું વિજ્ઞાન રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ યુવાની ટકાવી રાખવા અવનવા પ્રયોગો કરી રહ્યુ છે
.આમળા મા રહેલ રસાયન ગુણ જે એન્ટી એજીંગ હોવાથી ,તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારનાર હોવાથી આજ ની મલ્ટીનેશનલ ફાર્મા કમ્પની ઓ પણ ચય્વનપ્રાશ વેચવા લાગયા છે .
વૈદ્ય અશ્વીની કુમારો એ ચ્યવનમુની માટે આમળા માથી એવું અવલેહ ચાટન ચાટણ બનાવી એમને સેવન કરાવ્યુ કે ક્ષીણ થયેલું તેમનું શરીર યુવાન જેવુ થઈ ગયુ .
જે ચય્વનપ્રાશ તરીકે ઓળખાય છે .
ચ્યવનપ્રાશ ના નિયમીત સેવન થી ઇમ્યુનીટી પણ વધે છે માટે જલદી થી ઇન્ફેક્શન લાગે નહી .એનુ નિયમીત સેવન થી ચામડી મા જલ્દી થી કરચલી પડતી નથી .જેથી ઘડપણ પાછળ ઠેલાય છે .

વિટામિન-સી
આમળા માં ગૈલીક એસીડ ,ટૈનિક એસીડ ,આલ્બ્યુમિન્,સેલ્યુલોઝ હોય છે.સૌથી વધુ પ્રમાણ માં વિટામિન સી હોય છે.વિટામિન સી નુ સૌથી શ્રેષ્ઠ વાનસ્પતિક સ્ત્રોત છે .
આમળા રસ માં નારંગી ના રસ કરતા ૨૦ગણું વધુ વિટામીન સી હોય છે .
૧૦૦ ગ્રામ આમળા ના રસ માં ૬૨૧ મિલી ગ્રામ વિટામીન સી હોય છે . જ્યારે નારંગી માં ૩૦મિલી ગ્રામ હોય છે .
માંદા પડીએ ત્યારે આપણને નારંગી જયુસ પીવાની સલાહ આપવામાં આવે છે કેમકે વિટામીન સી હોય છે એમા અને વિટામીન સી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
આમળા માં ષડરસ માથી ફક્ત લવણ રસ પાંચેય રસ હોય છે.મધુર ,અમ્લ ,કટુ તિક્ત ,કષાય .

રોગો માં ઉપયોગીતા –

એસીડિટી -જરા પણ તિખુ ખાતા છાતી માં બળતરા ઉપડી જાય છે એટલે કે ભયંકર એસીડીટી ની તકલીફ હોય તે સવાર સાંજ એક એક ચમચો જેટલો સાકર સાથે પી જાય તો એસીડીટી માં ખુબજ લાભ થશે .આમળા ખાટા હોવા છતા એસીડીટી માં લાભ કરે છે કારણકે આમળા નો વિપાક મધુર છે એટલે કે આમળા પચી જતા તેનો રસ મધુર થઈ જાય છે .એટલે આમળા એસીડીટી મા ફાયદેમંદ છે .
માથા નો દુખાવા –આંખ મા દાહ બળતરા ,પિત્ત થી થતા માથા ના દુખાવા માં કપાળ પર લેપ કરવાથી લાભ થાય .
વાળ માટે –
વાળ ખરતા કે વાળ સફેદ થતા અટકાવવા આમળા ખુબજ લાભદાયી છે .
આમળા ની સીઝન માં તાજો રસ અને પછી ચુર્ણ નું નિયમિત સેવન કરવાથી વાળ ખરતા અટકાવી શકય તેમજ વાળ સફેદ થતા પણ અટકે છે .પણ તેનો નિયમીત પ્રયોગ જરૂરી છે .
તેમજ વાળ ધોવા માં આમળા ના રસ નો અથવા ચુર્ણ વાળા પાની થી વાળ ધોવાથી પણ વાળ ખરતા અટકે તેમજ સફેદ થતા અટકે છે.વાળ રેશમી થાય છે
આજકાલ બધા શેમ્પુ- તેલ માં આમળા ની જાહેરાત જોવા મળશે એનાથી વાળ પર તેનુ પ્રભુત્વ નો ખ્યાલ આવી જશે .
રક્તસ્તંભન -એટલે લોહી ને વહેતુ અટકાવવા મા ઉપયોગી છે .મસા માં કે ક્યય પણ રક્તશ્રાવ થતો હોય તોહ આમળા ના સેવન થી તુરંત જ રક્ત શ્રાવ બંધ થઈ જશે .
કબજીયાત -આમળા નો રેચક ગુણ હોવાથી સવારે નરણા કોઠે તેનો તાજો રસ કે ચુર્ણ સેવન થી પેટ સાફ થશે અને કબજિયાત મા લાભ થશે .
પેશાબ ની સમસ્યા
વારંવાર પેશાબ જવાની કે પેશાબ ની બળતરા ની સમસ્યા મા આમળા ના રસ સાથે પાકુ કેળુ ખાઈ જવાથી લાભ થશે .

-વૈદ્ય મિહિર ખત્રી(B.A.M.S)
-વૈદ્ય વંદના ખત્રી(B.A.M.S)

Share if you like this article

#InFacebook

https://m.facebook.com/shashwatayurvedam/reviews/?ref=page_internal&mt_nav=1
click on this link write review feedback

#InGoogle
Dr.Khatri’s Shashwat Ayurvedam

https://g.co/kgs/LbuA3t
click on link

Dr.Khatri’s Shashwat Ayurvedam™

ff1,palak2,above SBI ramdevnagar branch,Anandnagar to ramdevnagar road,satellite,Ahmedabad. appointment num-07948004200

This slideshow requires JavaScript.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s