શરદઋતુ માં વિરેચન (પંચકર્મ- શરીર શુધ્ધીકરણ) શ્રેષ્ઠ છે.

:; શરદ ઋતુ –
વર્ષા ઋતુ માં પાણી મલીન થયા હોય છે ,પ્રૂથ્વી પર નો તમામ મળ કચરો એમાં મળેલો હોય છે ,ઔષધી અને અનાજ ઓછા ગુણ વાળા હોય છે ,જમીન માં ભેજ વધુ હોય ઠંડક થઈ જવાથી ,કાળ ના શીત સ્વભાવ થી પિત્ત શરીર માં સંચીત થાય છે .વર્ષાઋતુ માં વરસાદ ની ઠંડી થી ટેવાઈ ગયેલા શરીર માં કાળ ના શીત સ્વભાવ થી પિત્ત પ્રકુપિત થતુ નથી .શરદઋતુ માં એક્દમ વાદળા હટવા થી આવતા સુર્ય નાં તાપ થી શરીર તપવા લાગે છે.અને અગ્નિ પ્રદિપ્ત થાય છે. સંચીત થયેલુ પિત્ત સુર્ય ના તાપ થી પિગળવા થી પિત્ત ની વ્રુધ્ધી થાય છે.ભાદરવા માં પિત્ત વધવા લાગે છે .ભાદરવો અને આસો ખરી રીતે શરદઋતુ માં સમાવેશ કરવામાં આવે છે .શરદ ઋતુ મધ્ય સપ્ટેમ્બર થી મધ્ય નવેમ્બર સુધી નો ગાળો કહેવાય ..

:; શરદ ઋતુ માં પિત્ત પ્રકોપ નાં લીધે જ એસીડિટી ,
આંખમાં & પગ ના તળીયે બળતરા -દાહ,મોમાં
કે પેટ માં ચાંદા પડવા , રક્તશ્રાવ ,પિત્ત ના લીધે
ચક્કર આવવા ,જ્વર -તાવ ,પેશાબ માં બળતરા
,ચામડી ના રોગો ,પિત્ત પ્રક્રુતી વાળા ને પિત્ત થી
થતા રોગો વધુ થવાની શકયતા રહે છે.

:; માટે ,શરદઋતુ ને રોગો ની માતા કહી છે કારણ કે
આ ઋતુ માં બીજી બધી ઋતુ ઓ કરતા વધુ
રોગો થાય .
એટલે “જીવેત શરદ: શતમ -સો શરદ જીવ ” એવા
આર્શીવાદ આપવામા આવતા .

:; પંચકર્મ નું એક કર્મ વિરેચન-દુષીત વધેલા પિત્ત
ના નિકાલ ની શ્રેષ્ઠ શોધન પ્રક્રિયા છે.

માટે આ ઋતુમાં વિરેચન શ્રેષ્ઠ છે.જેથી પિત્ત ના
પ્રકોપ થી બચી શકાય,અને ખાસ પિત્ત પ્રકૃતી,
હઠીલા ચામડી ના રોગો ,હાયપર એસિડીટી,
શરીર માં દાહ વગેરે જડમૂળ થી નિકળે.

:; અન્ય રોગો સ્થુળતા,હોર્મોનલઇમ્બેલેન્સ,થાયરોઇડ,
વ્યંધત્વ,માઇગ્રેન,આતંરડા માં ચાંદુ, જુની કબજીયાત,
ગેસ્ટ્રીક,સતત ખાટા કડવા ઓડકાર માં જેમાં વિરેચન
કર્યા પછી ઔષધ સેવન થી ઝડપ થી ઉત્તમ પરિણામ મેળવી શકાય.

અનુભવ સિધ્ધ-ગમે તેવુ હઠીલુ વજન ઉતરતુ ના હોય પણ શાસ્ત્રોકત વિરેચન થી ચોક્કસ કારણ દુર થ​ઈ જતા હઠીલુ વજન પણ ઉતરે છે.

:; વિરેચન થી થતા ફાયદા-
મલાપહ્- મળ ને શરીર માથી બહાર કાઢે છે.
રોગહર -રોગ ને દુર કરે છે .
બલકર -શરીર નું બળ વધારે છે .
વર્ણપ્રસાદન -શરીર નો વર્ણ સુધારે એટલે કે વર્ણ નિખારે છે .
આયુષ્યવર્ધન્- આયુષ્ય વધારી લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે .

:; બુધ્ધી ને નિર્મળ કરે છે .
ઈન્દ્રય નું બળ વધારે છે .
ધાતુ ઓ ને દ્રઢ કરે છે .
અગ્નિ પ્રદિપ્ત કરે છે .
વ્રુધ્ધાવસ્થા ને પાછળ લંબાવે .
પિત્તજ રોગો નો નાશ કરે છે .

:;વિરેચન કર્મ નિષ્ણાંત પંચકર્મ વૈદ્ય ની દેખરેખ હેઠળ જ કરાવવું .

-વૈદ્ય મિહિર ખત્રી (B.A.M.S.)
-વૈદ્ય વંદના ખત્રી (B.A.M.S.)

Dr.Khatri’s Shashwat Ayurvedam™
ff1 palak2 above SBI ramdevnagar branch Anandnagar to ramdevnagar road satellite Ahmedabad. 07948004200,9327595561

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s