મચ્છર ને દુર કરવા ના ઉપાયો

This slideshow requires JavaScript.

:;મચ્છર ને દુર કરવા ના ઉપાયો

-વૈદ્ય મિહિર ખત્રી (B.A.M.S.)
-વૈદ્ય વંદના ખત્રી (B.A.M.S.)

ડેંગયુ ,મેલેરીઆ એ મચ્છર થી ફેલાતા સૌથી ખતરનાક રોગ છે .
આ મચ્છર જન્ય રોગો થી કેવી રીતે બચી શકાય.

:; મચ્છર નાં કરડવા થી ફેલાતા રોગ છે એ આપણે બધા જાણીએ છીએ.
મચ્છર આપણી અને બાળકો જોડે આવે જ નહી એવુ કઈક કરીએ તોહ્. કેમકે અમુક વનસ્પતી હર્બ નજીક ફરકવાનું મચ્છર પણ હિમ્મત નથી કરતા. ખાસ બાળકો મા બીજા બધા કેમીકલ યુક્ત ક્રીમો લગાવા કરતા આ કુદરતી ઉપાયો કરવા વધું સ્વાસ્થ્ય માટે સારા છે.

:; નીંબ(લીમડો) તેલ -તમને થશે કે નીંબ તેલ કેવી રીતે મચ્છર ને દુર કરશે.

તોહ કોપરેલ તેલ માં સમાન માત્રા માં નીંબ તેલ મીક્ષ કરી ને શરીર ના ખુલ્લા ભાગ હાથ પગ માં લગાવી દેવું .
નીંબ તેલ પોતે એન્ટી બેકટરીઅલ ,એન્ટી ફંગલ ,એન્ટી વાઈરલ,એન્ટી પ્રોટોઝોઅલ એજન્ટ છે.નીંબ તેલ લગાવાથી તમારા અને બાળકો થી મચ્છર દૂર રહેશે.


:; નીલગીરી નું તેલ -નીલગીરી નુ તેલ જે આપણે શરદી માં સુંઘીએ છીએ.

નીલગીરી નુ તેલ પણ ત્વચા પર લગાવી દેવા થી મચ્છર ,જીવજંતુ જોડે આવશે નહી.


:; કપૂર -કપૂર પણ જીવજંતુ દૂર કરી વાતાવરણ ની હવા સ્વચ્છ કરવામાં શ્રેષ્ઠ છે.

રૂમ માં બારી-બારણા બંધ કરી કપૂર ને બાળવું.મચ્છર રહીત વાતાવરણ કરવા પંદર મીનીટ પછી રૂમ ખોલવો.


તુલસી -હવે તોહ બહુજ સંશોધનો થઈ ને સાબીત થઈ ગયુ કે મચ્છર તુલસી થી દુર ભાગે.

એટલે જે ઉંબરે તુલસી નો છોડ વાવતા એ ઘણુ ખરું વૈજ્ઞાનીક હતું .દરવાજે ,બારીએ તુલસી ના છોડ ના કુંડા રાખવા.જેથી મચ્છર અંદર આવે જ નહી.


:; લસણ – લસણ ની તીવ્ર ગંધ ના લીધે જ મચ્છર દુર એનાથી દુર રહે છે.

થોડીક લસણ ની કળી ઓ ક્રશ કરી ને પાણી માં ઉકાળી ને એ પાણી નો, જે રૂમ મચ્છર રહીત કરવો હોય ત્યા છંટકાવ કરી દેવો.


લીમડા ના પાન – લીમડા ના પાન એક સાધન માં એકત્રીત કરી જે રૂમ મચ્છર રહીત કરવો હોય એને પંદર મીનિટ બંદ કરી અંદર આ ધુમાડો કરી દેવો.

અનુભવ થી કહુ છુ કે પછી એ જગયા પર તમને મચ્છર મરેલા જોવા મળશે અને પછી પુરી સીઝન મા બીજા મચ્છર જોવા નહી મળે.કેમકે હવા મા લીમડા નો ધુમાડો ઉતપન્ન થતા જ એની વાસ થી મચ્છર સિવાય ના જીવજંતુ પણ જોવા નહી મળે .બીજા બધા જ મચ્છર દુર કરવાના કેમીકલ સ્પ્રે વગેરેહ શ્વાસ વાટે જઈને એલર્જી જન્ય રોગો ઉતપ્ન્ન તોહ કરે જ અને ફેફસા શ્વાસ નળી ના રોગો પણ ઉતપન્ન કરે..


વૈદ્ય મિહિર ખત્રી (B.A.M.S.)

વૈદ્ય વંદના ખત્રી (B.A.M.S.)

Ff1palak2 above SBI ramdevnagar branch Anandnagar to ramdevnagar road satellite Ahmedabad Contact-07948004200, ૯૩૨૭૫૯૫૫૬૧

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s