વર્ષાઋતુ માં થતા રોગો & તેના ઉપચારો-

:;વરસાદ ની સીઝન આવે અને ઠંડક થઈ જાય .
ઉનાળા ની અસહ્ય ગરમી માથી વરસાદ ના છાંટા ધરતી પર પડતા જ વાતાવરણ માં ઠંડક પ્રસરી જાય ,આપણા શરીર માં વાયુ,પિત્ત ,કફ પ્રમાણે વર્ષારૂતુ માં અગ્નિમંદ થાય,વાયુ ની વ્રુધ્ધી થાય .
આ ઋતુ માં ભારે ખોરાક ટાળવો ,કારણ કે આયુર્વેદ મુજબ ઉપવાસ નું વૈજ્ઞાનીક કારણ એ છે કે અગ્નિમંદ હોવાથી આ ઋતુ માં ભારે તળેલો ખોરાક લેવાથી અપચો થાય અને પછી રોગો ની વણઝાર ચાલુ થાય માટે આ ઋતુ માં લંઘન- ઉપવાસ કરવા,આરોગ્ય ની દ્રષ્ટી એ લાભદાયક છે .

પરંતુ હવે ઉપવાસ કરવામાં ફેશન ચાલુ થઈ હોય એવું લાગે છે .ફરાળી ચેવડો ,ફરાળી સેન્ડ્વીચ ,ફરાળી પીઝા ,ફરાળી સાબુદાના ની ખિચડી વગેરેહ ..ફરાળી ફરાળી કરીને કેટલીય વસ્તુઓ લોકો ઉપવાસ નાં નામે પધરાવી દે છે અને રોગો ને આમંત્રણ આપે .ખરેખર એક ટાઈમ હલ્કુ ખાવું અને બીજા ટાઈમ માં ફળ ,દુધ ગરમ પાણી નું જ સેવન કરવું. આ
ઋતુ માં વાઈરલ જીવાણુ જંતુ નું પ્રમાણ વાતાવરણ માં વધી જાય ,કારણ કે વરસાદ નું પાણી પડયા પછી સુર્ય કિરણો ની અછત ના લીધે પડેલા પાણી માં જીવજંતુઓ નો વ્યાપ વધે અને વાતાવરણ માં ભેજ નું પ્રમાણ વધે માટે આ ઋતુ માં વાઈરલ જન્ય રોગો તાવ ,ઉલટી ,ઝાડા ,ફ્લુ વગેરેહ રોગો નો વ્યાપ વધે છે .

દવાખાના ઓ આવા રોગો થી ઉભરાય છે .પરંતુ થોડીક સાવચેતી પહેલેથી રાખી એ તોહ આવા રોગો થાય જ નહી .અને જો થાય તોહ તુરંત શું કરવું.


અતિસાર (ઝાડા)-

આ ઋતુ માં બહાર નું જમવાથી કે પાણી પીવાથી ઝાડા થઈ શકે.
પાણી જેવા ઝાડા થાય વારંવાર હાજતે જવુ પડે ,અશક્તિ વર્તાય તોહ તુરંત જ ચેતી જવું.
ઉપાય –

સુકા ધાણા નુ ચુર્ણ ,જીરુ નુ ચુર્ણ ,સાકર સમાન માત્રા માં લઈ ચમચી ચુર્ણ દર અડધો કલાકે હુંફાળા પાણી સાથે ફાકી જવું ,જ્યા સુધી ઝાડા બંધ ના થાય .ઝાડા થાય ત્યારે દુધ સંપૂર્ણ બંધ કરી ઉકાળેલુ પાણી જ પીવું .ભારે ખોરાક બંધ કરી ભાત છાસ દહી ઇસબગોલ મીક્ષ કરી ને લેવું .લીંબુ મીઠું ગરમ પાણી માં મીક્ષ કરી લેવું .વધુ અશક્તિ લાગે તોહ ઓ.આર .એસ .નું પાણી પીવું .જો કંટ્રોલ મા ના આવે તોહ તુરંત ડો.ની મુલાકાત લેવી


ઉનવા (યુ .ટી. આઈ.):

વર્ષાઋતુ માં આ સમ્સ્યા પણ વધુ થતી
હોય છે .વાતાવરણ ભેજ વાળુ હોય છે. આ સમસ્યા પાણી ઓછુ પીવા મા આવે અને પેશાબ રોકી રાખવા માં આવે તોહ થઈ શકે .
પેશાબ માં બળતરા તેમજ પેશાબ અટકી અટકી ને આવે ,વારંવાર પેશાબ જવા નું થાય પણ પુરેપુરો પેશાબ થાય નહી.પેઢુ માં તેમજ કમર માં દુખે .
ઉપાય્-પેશાબ માં બળતરા થાય કે અટકે આ પ્રયોગ તુરંત જ કરવાથી પેશાબ ખુલાસી ને આવી જશે અને બળતરા પણ બંધ થઈ જશે.એક કપ હુંફાળા દુધ માં એક ચમચી ખાવાનો સોડા મીક્ષ કરી ને પી જવો .તુરંત પેશાબ આવી જશે .
આખા ધાણા બે ચમચી અને સાકર અડધી ચમચી એક ગ્લાસ પાણી માં એક ક્લાક સુધી પલાડી રાખી પછી ક્ર્શ કરી એ મિશ્રણ પી જવું .આ પાણી દર ત્રણ ક્લાકે પી જવુ.ધાણા મુત્રલ અને શીત ગુણ વાળા હોવાથી તુરંત છૂટ થી પેશાબ આવશે અને બળતરા બંધ થશે.
પાણી વધુ પીવું .પેશાબ રોકવો નહી .વરસાદ માં પલડી ગયા હો તોહ કપડા કોરા કરી દેવા.


લાલ ચકામા (શીળસ)

અમુક ને ચામડી મા ખંજવાળ સાથે લાલ ચકામા થઈ જાય ,સોજા યુક્ત ઉભાર સાથે દેખાય .ઠંડો પવન સ્પર્શ થવા થી વધી જાય .
ઉપાય – કાળા મરી ચુર્ણ ,દેશી ગાય નુ ઘી ,સાકર સમાન રીતે મિક્ષ કરી એ મિશ્રણ એક ચમચી ચાટી જવું .બે ત્રણ વાર લેવુ .તુરંત જ ફાયદો થશે .લાલ ચકામા પર ઘી મરી ચુર્ણ નુ મિશ્રણ લગાવી દેવું .ચકામા બેસી જશે .


મરડો

ચુંક સાથે ચીકણો ઝાડો થાય પેટ મા થોડુ દુખ્યા કરે .
ઉપાય -ઇસબગોલ હરડે ચુર્ણ સાકર મિક્ષ કરી ને પાણી સાથે ફાકી જવું .ઇસબગોલ દહી માં મિક્ષ કરીને લેવું .તુરંત જ લાભ થશે .હલ્કો ખોરાક મગ ભાત પર જ રહેવું .ઉકાળેલુ પાણી પીવું .
વધુ માહીતી માટે ડોકટર ની મુલાકાત લેવી .


આ માહીતી તમને ગમે તોહ શેર કરવી અને ફીડ બેક ,રિવ્યુ નીચે આપેલ લિંક પર જરૂર થી લખજો .

#InFacebook

https://m.facebook.com/shashwatayurvedam/reviews/?ref=page_internal&mt_nav=1
click on this link write review feedback

#InGoogle
Dr.Khatri’s Shashwat Ayurvedam

https://g.co/kgs/LbuA3t
click on link

વૈદ્ય મિહિર ખત્રી(B.A.M.S)
-વૈદ્ય વંદના ખત્રી(B.A.M.S)

This slideshow requires JavaScript.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s