કબજિયાત ના કારણો અને દુર કરવા ના સરળ ઉપાયો-

સામાન્ય રીતે મળ નું નિષ્કાસન ન થાય ,આંત્ર માં મળ રોકાઈ જાય તેને કબજિયાત કહી શકાય.
સવારે ટોઈલેટ માં વધુ વાર બેસી રહેવુ પડે,જોર કરવુ પડે ,પછી પણ પેટ સંપૂર્ણ ખાલી ન લાગે ..પેટ મા ભાર જ રહે તો કબજિયાત ને દુર કરવાના ઉપાયો કરવા,તેમજ કબ્જિયાત ના કારણો પણ દુર કરવા .

:; કબજિયાત ના કારણો –

બપોરે જમ્યા પછી તુરંત બેસી રહેવું ,રાત્રે જમ્યા પછી તુરંત સુઈ જવું.

રાત્રે મોડા જમવું.

સવાર નો ખોરાક પચ્યો પણ ના હોય અને પાછું જમવા બેસી જવું.

ભૂખ ના હોવા છતા જમવુ.જમી ને તુરંત વધુ પડતુ પાણી પીવું.

સવાર નો વાસી ખોરાક સાંજે જમવામાં લેવો.

બેકરી ,મેંદા નો ઉપયોગ વધુ પડતો કરવો.

ફ્રીઝ નું ઠંડુ પાણી પીવું.

રૂક્ષ-વાયુ કારક-વાયડો ખોરાક વધુ પડતુ લેવો.

રોજિંદા ખોરાક માં તેલ-ઘી નો બિલ્કુલ અભાવ હોવો.

પચવામાં ભારે ખોરાક નું પ્રમાણ વધુ હોવું અને ફાઈબર્સ-રેસાયુક્ત ખોરાક નો ઉપયોગ બિલકુલ ઓછો હોવો.

પરિશ્રમ નો બિલકુલ અભાવ હોવો.

દિવસે ઉંઘવુ ,અને રાત્રે ઉજાગરા કરવા.

ચા-બીડી-તમાકું નું સેવન વધુ પડતુ કરવું.

અનિયમીત દિનચર્યા અને અનિયમીત ભોજન ના કારણે કબજિયાત અને પેટ (ગેસ)ની સમસ્યા એ દરેક રોગો ની જનેતા છે.


કબજિયાત દૂર કરવાના ઉપાયો –

સૌ પ્રથમ તોહ કબજિયાત નું જે કારણ હોય એ દુર કરવું.

સુપાચ્ય હલ્કો તાજો ગરમ ખોરાક ભુખ લાગે ત્યારે સ્વરુચી મુજબ સમયસર લેવો.

ચીંતા કર્યા વગર,પ્રસન્ન ચીત્તે,ધીમે ધીમે ચાવી ચાવી ને આહાર લેવો .

ભોજન વખતે ટીવી મોબાઈલ નો ઉપયોગ બિલ્કુલ ના કરવો .

જમ્યા પછી ઘુંટડો જ પાણી પીવુ.વધુ પડતુ પાણી ના પીવું.દોઢ કલાક પછી પાણી પીવુ.ખોરાક નુ પાચન બરાબર થશે.

જમ્યા પછી સો ડગલા ચાલવુ.અથવા ડાબા પડખે દશ મિનિટ સુઈ જવું(વામ કુક્ષી),પરંતુ ઉંઘી ના જવું.વજ્રાસન માં બેસવું.

રાત્રે વહેલુ તેમજ એક્દમ હલ્કો ખોરાક જ લેવો.

નિયમીત સવાર -સાંજ ચાલવા જવું.

ફ્રીઝ નુ પાણી ના પીવું.

આખો દિવસ નવસેકું પાણી જ પીવું.


ઘરગથ્થુ સરળ ઉપચાર –

:;સુતા પહેલા એક ગ્લાસ ગરમ દુધ માં દેશી ગાય નું ઘી એક કે બે ચમચી પી જવાથી સવારે પેટ સાફ થશે.(દેશી ગાય નુ ઘી હ્રદ્ય-(કોલેસ્ટ્રોલ) રોગ વાળા પણ ઉપયોગ કરી શકે).-Dr.Khatri’s Shashwat Ayurvedam™


સવારે વહેલા ઉઠી ને લીંબુ નો રસ અને સંચળ મીઠુ ગરમ પાણી માં મિક્ષ કરી ને પી જવુ.એનાથી પેટ સાફ થશે.-Dr.Khatri’s Shashwat Ayurvedam


રાત્રે ૧૫ ગ્રામ ત્રિફલા ચુર્ણ એક લીટર પાણી માં પલાળી રાખી સવારે ચુર્ણ ગાળી ને પાણી પી જવુ.થોડાક દિવસ માં કબજિયાત ની તકલીફ દુર થઈ જશે.-Dr.Khatri’s Shashwat Ayurvedam™


રાત્રે સુતા પહેલા ગરમ દુધ માં દિવેલ મિક્ષ કરી પી જવું.એનાથી સવારે પેટ સાફ થશે.-Dr.Khatri’s Shashwat Ayurvedam™


કાળી દ્રાક્ષ પાણી માં પલાળી રાખી ખાવાથી કબજિયાત માં ફાયદો થશે.-Dr.Khatri’s Shashwat Ayurvedam™


ઇસબગોલ પણ કબ્જિયાત માં બહુજ લાભદાયી છે.રાત્રે સુતા પહેલા ઇસબગોલ લેવાથી કબજિયાત દુર થશે.-Dr.Khatri’s Shashwat Ayurvedam™


કબજિયાત માં મધ પણ ફાયદાકારક છે.

રાત્રે સુતા પહેલા એક ચમચી મધ એક ગ્લાસ સાદા પાણી માં મિક્ષ કરી ને પીવાથી સવારે પેટ સાફ થશે.-Dr.Khatri’s Shashwat Ayurvedam™


હરડે ને પીસી ને બારીક ચુર્ણ બનાવી રોજ રાત્રે ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દુર થશે અને પેટ માં ગેસ પણ ઓછો થશે.-Dr.Khatri’s Shashwat Ayurvedam™


પાકેલું જામફળ અને પપૈયુ કબ્જિયાત માટે લાભદાયી છે.-Dr.Khatri’s Shashwat Ayurvedam™


પાલક નો રસ પીવાથી કબજિયાત ની તકલીફ દુર થશે.જમવામાં પણ પાલક ની ભાજી અવારનવાર લેવી.-Dr.Khatri’s Shashwat Ayurvedam™


અંજીર આખી રાત પલાળી રાખી સવારે ખાવાથી કબજિયાત દુર થશે.Dr.Khatri’s Shashwat Ayurvedam™


બહુજ જુની કબજિયાત મા પંચકર્મ (શરીર શુધ્ધીકરણ) અકસીર છે.-Dr.Khatri’s Shashwat Ayurvedam™


આ ઉપાયો કરવા છતાં પણ કબજિયાત રહે તોહ જડમૂળમાંથી નિકાળવા આયુર્વેદ -ચિકિત્સક ની સલાહ અવશ્ય લેવી.-Dr.Khatri’s Shashwat Ayurvedam™

-વૈદ્ય મિહિર ખત્રી(B.A.M.S)
-વૈદ્ય વંદના ખત્રી (B.A.M.S)

Like our page Facebook.com/shashwatayurvedam

All ayurved Panchkarma treatments are available for all diseases.

Dr.Khatri’s Shashwat Ayurvedam™

Ff1 palak2 above SBI ramdevnagar branch Anandnagar to ramdevnagar road satellite Ahmedabad.
Time 10amto1pm,5 pm to 8 pm

Appointment num-07948004200

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s