Health care in Autumn(Sharad ritu) according to Ayurveda

wp-image-121147159

“શરદ ઋતુ- શ્રાધ્ધ-નવરાત્રી “આયુર્વેદ મુજબ

શરદ ઋતુ –

:;વર્ષા ઋતુ માં પાણી મલીન થયા હોય છે ,પ્રૂથ્વી પર નો તમામ મળ કચરો એમાં મળેલો હોય છે ,ઔષધી અને અનાજ ઓછા ગુણ વાળા હોય છે ,જમીન માં ભેજ વધુ હોય ઠંડક થઈ જવાથી ,કાળ ના શીત સ્વભાવ થી પિત્ત શરીર માં સંચીત થાય છે .વર્ષાઋતુ માં વરસાદ ની ઠંડી થી ટેવાઈ ગયેલા શરીર માં કાળ ના શીત સ્વભાવ થી પિત્ત પ્રકુપિત થતુ નથી .શરદઋતુ માં એક્દમ વાદળા હટવા થી આવતા સુર્ય નાં તાપ થી શરીર તપવા લાગે છે.અને અગ્નિ પ્રદિપ્ત થાય છે. સંચીત થયેલુ પિત્ત સુર્ય ના તાપ થી પિગળવા થી પિત્ત ની વ્રુધ્ધી થાય છે.ભાદરવા માં પિત્ત વધવા લાગે છે .ભાદરવો અને આસો ખરી રીતે શરદઋતુ માં સમાવેશ કરવામાં આવે છે .શરદ ઋતુ મધ્ય સપ્ટેમ્બર થી મધ્ય નવેમ્બર સુધી નો ગાળો કહેવાય .
:;પિત્ત પ્રકોપ નાં લીધે જ એસીડિટી ,આંખમાં & પગ ના તળીયે બળતરા -દાહ,મોમાં કે પેટ માં ચાંદા પડવા , રક્તશ્રાવ ,પિત્ત ના લીધે ચક્કર આવવા ,જ્વર -તાવ ,પેશાબ માં બળતરા ,ચામડી ના રોગો ,પિત્ત પ્રક્રુતી વાળા ને પિત્ત થી થતા રોગો વધુ થવાની શકયતા રહે છે.માટે ,શરદઋતુ ને રોગો ની માતા કહી છે કારણ કે આ ઋતુ માં બીજી બધી ઋતુ ઓ કરતા વધુ રોગો થાય .એટલે “જીવેત શરદ: શતમ -સો શરદ જીવ ” એવા આર્શીવાદ આપવામા આવતા .

શ્રાધ્ધ અને દુધપાક “આયુર્વેદ” મુજબ –

:;શ્રાધ્ધની શરૂઆત થઈ ચુકી છે .શ્રાધ્ધ એટલે આપના પૂર્વજો ને યાદ કરવા ના દિવસો..આપને ત્યાં દુધ પાક- દુધ ભાત દુધ પૌંવા ખાવાનો રીવાજ છે .દુધ શું કામ ?કારણ કે ,

:;દુધ આરોગ્ય ની દ્રષ્ટી એ પિત્ત શમન માં શ્રેષ્ઠ છે .ગાય નાં દુધ નો ઉપયોગ કરવો કારણ કે ગાય નુ દુધ -જીવનીય ગુણ અર્થાત જીવન આપનાર છે,રસાયન્,મેઘા વર્ધક ,સપ્તધાતુ વર્ધક,મ્રૂદુ રેચક છે .થાક દુર કરનાર ,બળ આપનાર છે.

દુધ પાક માં સાકર ઇલાયચી અને દેશી ગાય નુ દુધ લેવું સ્વાસ્થ્ય ની દ્રષ્ટી એ વધુ ઉતમ છે .
:;નવરાત્રી આરોગ્ય ની દ્રષ્ટી એ –

નવરાત્રી માં આજ પિત્ત શમન ના હેતુ થી ચંદ્ર ની શીતળ છાયામાં ગરબા રમવાથી ચંદ્ર ના શીતળ કિરણો શરીર પડે ,સંગીત અને ગરબા થી મન પ્રફુલ્લિત થાય છે. શરીર માં પિત્ત નુ શમન થાય છે .સંગીત ની અસર મન નાં સત્વ ગુણ ને વધારે છે.તમો ગુણ ઓછો કરે છે .તમો ગુણ પિત્ત વ્રુધ્ધી માટે જવાબદાર છે .
:;શરદ પૂર્ણીમાં અને દુધ પાક & સાકર -શરદ પુર્ણી મા ની રાત્રે ચંદ્ર ની શીતલ છાયા માં રાખેલ દુધ પૌવા ખાવા ની પરંપરા એ ખરી રીતે આયુર્વેદ મુજબ પિત્ત શમન માં શ્રેષ્ઠ ઔષધ છે .રીત -આખી રાત દુધ પૌંવા ભરેલું વાસણ એ રીતે રાખવુ કે જેથી પુર્ણીમાં નાં ચંદ્ર ના શીતલ કિરણો એ દુધપૌંવા પર પડે ,વાસણ પર પાતળુ સુતરાઉ કપડુ બાંધી ને ખુલ્લી અગાસી માં રાખી મુકવું ,અથવા તોહ જાળી વાળુ ઢાંકણ ઢાંકી દેવુ .જેથી આરપાર કીરણો પડી શકે .

આખી રાત રાખી સવારે વહેલા એ લઈ આવવું અને પછી એજ ખાવું .જેથી સાચો લાભ ફાયદો મળે .અને હા અગાસી મા પુર્ણીમાં ની મોડી રાત્રે બધા સાથે બેસી ને પણ દુધપૌંવા ખાઈ શકે .
:;સાકર્-પિત્તશમન માં શ્રેષ્ઠ

પિત્ત ની તકલીફ વાળા એ શરદ પુર્ણી મા ની રાત્રે સાકર આખી રાત ચંદ્ર ની શીતલ કિરણો પડે એ રીતે મુકી રાખવી .સાકર એમ પણ શીત ગુણ યુક્ત હોવાથી ચંદ્ર ના કિરણો થી વધુ શીતલ થશે અને એ સાકર નો ઉપયોગ નિયમિત કરવાથી પિત્ત ના રોગો માં લાભદાયી રહેશે .
આમ આપણા બધા ધાર્મીક પ્રસંગ સ્વાસ્થ્ય જાળવણી સાથે જોડાયેલા છે.
કોને દુધ નાં પીવું -કફ ની તકલીફ હોય ,સોજા હોય ,ઝાડા થયા હોય ,ભૂખ ના હોય ,અગ્નિ મંદ હોય, ક્રિમી હોય એને દુધ ના પીવું .

શરદ ઋતુ માં શુ ના ખાવું ?

આ ઋતુ પિત્ત વ્રુધ્ધી ની હોવાથી લસણ ,હિંગ્, આદુ ,મરચા ગરમ મસાલા નો ઉપયોગ ઓછો કરવો અથવા તોહ પિત્ત ની તકલીફ હોય તોહ નહિવત કરવો .
:;પંચકર્મ -પિત્ત ની આ ઋતુ માં વિરેચન કર્મ થી પિત્ત નો નિકાલ એટલે કે શરીર શુધ્ધી કરણ કરાવાની શ્રેષ્ઠ ઋતુ છે .જેથી જુના પિત્ત જન્ય રોગો ઝડપ થી અને જડમૂળ થી નિકળી જાય છે .નિષ્ણાંત વૈદ્ય ની દેખરેખ માં જ કરાવવું .
વૈદ્ય મિહિર ખત્રી(B.A.M.S.)

વૈદ્ય વંદના ખત્રી(B.A.M.S.)

Dr.Khatri’s Shashwat Ayurvedam™

ff1 palak2 above SBI ramdevnagar branch Anandnagar to ramdevnagar road satellite Ahmedabad. 07948004200,9327595561

2 comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s